facebook pixel
chevron_right Business
transparent
દિવાળીના તહેવારોમાં ૧૯,૮૧૧ વાહનોની ખરીદી કરવામાં આવી
। પુણે । ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે દિવાળી અને દશેરા દરમીયાન પુણેમાં ૩,૩૮૫ વધુ ટુ વ્હીલર્સ અને ફોર વ્હીલર્સ વાહનોની ખરીદી થઇ છે. એ સાથે આરટીઓમાં કુલ ૧૯,૮૧૧ કુલ વાહનોનું રજિસ્ટ્રેશન થયું હતું. આંકડા અનુસાર વાહનોનાં વેચાણથી આ વર્ષે ૨૫ કરોડથી વધુ મહેસૂલ સરકારની તિજોરીમાં જમા થયું છે. વાહન વેચાણ માટે દશેરા અને દિવાળી જેવા મોટા પર્વો મહત્વનાં ગણાય છે. ત્યારે આ વર્ષે પુણેમાં છેલ્લા ઘણા વર્ષોની સરખામણીમાં ટુ અને ફોર વ્હીલર વાહનોની ખરીદીમાં વધારો થયો છે.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App