facebook pixel
chevron_right Sports
transparent
બજરંગ પુનિયા ૬૫ કિગ્રા વર્ગમાં વિશ્વનો નંબર વન રેસલર બન્યો
। નવી દિલ્હી । કોમનવેલ્થ અને એશિયન ગેમ્સમાં ગોલ્ડ તથા વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીતનાર ભારતના સ્ટાર રેસલર બજરંગ પુનિયા ફ્રી સ્ટાઇલ પુરુષ વિભાગની ૬૫ કિગ્રા વર્ગની જાહેર થયેલી રેન્કિંગમાં નંબર વન રેસલર બની ગયો છે. રેસલિંગની વૈશ્વિક સંસ્થા યુનાઇટેડ વર્લ્ડ રેસલિંગે રેસલરોની રેન્કિંગ જાહેર કરી હતી જેમાં બજરંગે પોતાના વર્ગમાં બે સ્થાનનો સુધારો કરતાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. ૨૪ વર્ષીય બજરંગ પુનિયાએ આ સિઝનમાં પાંચ મેડલ જીત્યા છે. જેમાં કોમનવેલ્થ અને એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ તથા વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ સામેલ છે.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App