facebook pixel
chevron_right Sports
transparent
આજે ત્રીજી ટી-૨૦ : ભારતની નજર વેસ્ટ ઇન્ડીઝનો વ્હાઇટવોશ કરવા પર
। ચેન્નઈ । વેસ્ટ ઇન્ડીઝ સામે આજે રમાનારી સિરીઝની ત્રીજી અને અંતિમ ટી-૨૦ મેચમાં જીત મેળવી ક્લીન સ્વીપ કરવા પર રહેશે. ત્રણ મેચની સિરીઝમાં ૨-૦ની અજેય સરસાઈ ધરાવતી ભારતીય ટીમ અંતિમ મેચમાં બેન્ચ સ્ટ્રેન્થને અજમાવશે. આ મેચ માટે ટીમ મેનેજમેન્ટ ઝડપી બોલર જસપ્રીત બુમરાહ, ઉમેશ યાદવ અને સ્પિનર કુલદીપ યાદવને આરામ આપ્યો છે. જેથી ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલાં પોતાની ફિટનેસ જાળવી શકે. રોહિત શર્માના જોડીદાર ઓપનર શિખર ધવન, લોકેશ રાહુલ અને ઋષભ પંત ઓસ્ટ્રેલિયાપ્રવાસ પહેલાં લય મેળવવાનો પ્રયાસ કરશે.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App