facebook pixel
chevron_right Politics
transparent
ગુજરાતમાં લોકસભા ચુંટણીમાં M-3 EVM મશીનનો ઉપયોગ કરાશે: ચુંટણી પંચ
ગુજરાતમાં આગામી વર્ષ-૨૦૧૯માં લોકસભાની સામાન્ય ચૂંટણીઓમાં રાજ્યની તમામ લોકસભાની ૨૬ બેઠકો ઉપર સંપૂર્ણ સુરક્ષાથી સજ્જ નેક્સ્ટ જનરેશન M-3 EVM (ઇલેકટ્રોનિક્સ વોટિંગ મશિન) મુકવામાં આવશે. જેનાથી મતદાનને વધુને વધુ વિશ્વસનીય, સુરક્ષિત અને પારદર્શક બનાવી શકાશે. સમય પ્રમાણે EVMનું આધુનિકરણ કરવામાં આવે છે. અગાઉ વર્ષ-૨૦૦૬ પહેલા EVM એ M-1 તરીકે, જ્યારે વર્ષ-૨૦૦૬ થી ૨૦૧૦ દરમિયાન તૈયાર થયેલા EVMએ M-2 તરીકે ઓળખાતા હતા, જ્યારે વર્ષ-૨૦૧૩થી ચૂંટણી પંચે નેક્સ્ટ જનરેશન EVM અમલી બનાવ્યા છે. જેને M-3 EVM તરીકે ઓળખવામાં આવે છે.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App