facebook pixel
chevron_right Business
transparent
મોંઘવારીના મારે ફરી વાર જનતાની કમર તોડી, LPG સિલિન્ડર થયો મોંઘો
એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. સરકારે શુક્રવારે એલપીજી ડીલર્સના કમીશનમાં વધારો કરવાથી ઘરેલુ કુકિંગ ગેસ એલપીજીની કિંમતમાં 2 રૂપિયા પ્રતિ સિલિન્ડર વધારો કરવામાં આવ્યો છે. નવા ભાવ વધારા સાથે 14.2 કિગ્રા સબસિડીવાળા સિલિન્ડરની કિંમત 507.42 રૂપિયા થઈ ગઈ છે, જ્યારે અત્યાર સુધી તેની કિંમત 505.34 હતી. અગાઉ નાણાં મંત્રાલયે ડીલર્સનું કમીશન વધારવાનો આદેશ આપ્યો હતો. આદેશમાં કહેવામાં આવ્યું હતું કે સપ્ટેમ્બર 2017માં 14.7 કિલોના અને 5 કિલોના સિલિન્ડર પર કમીશન અનુક્રમે 48.89 રૂપિયા અને 24.20 રૂપિયા નક્કી કરવામાં આવ્યું હતું.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App