facebook pixel
chevron_right Business
transparent
આનંદો! ફરી એકવખત પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો, જાણો આજના ભાવ
તહેવારો ટાણે મોદી સરકારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં દિવસેને દિવસે ઘટાડો કરી રહી છે. જેના કારણે સામાન્ય જનતાને મોંધવારીના મારથી મહંદઅંશે રાહત મળી રહી છે. આજે ફરી એકવખત પેટ્રોલ તેમજ ડીઝલની કિંમતમાં ઘણો ઘટાડો થયો છે. મોદી સરકારે તેલીય કંપનીઓ સાથે મીટિંગ કર્યા બાદ સતત ભાવ ઘટી રહ્યા છે. જે જનતા માટે મોટા ખુશખબર કહી શકાય. તેલની કિંમતમાં આવી રહેલા ઘટાડાને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત ઘટી છે. આજની વાત કરીએ તો દિલ્હીમાં પેટ્રોલની કિંમતોમાં 17 પૈસા અને ડીઝલની કિંમતમાં 16 પૈસાનો ઘટાડો થયો છે.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App