facebook pixel
chevron_right Entertainment
transparent
કેન્સર સામે ઝઝુમી રહેલી સોનાલી બેન્દ્રેએ અભિષેક બચ્ચનને લખ્યો ખાસ મેસેજ
ભલે કેન્સર સામે ઝઝુમી રહેલી સોનાલી બેન્દ્રે ઘરથી દૂર ન્યૂયૉર્કમાં પોતાનો ઇલાજ કરાવી રહી હોય, પરંતુ તે પોતાના દોસ્તો અને બોલીવુડ સાથે સોશિયલ મીડિયા દ્વારા ટચમાં રહે છે. તાજેતરમાં સોનાલીએ પોતાના ઑફિશિયલ ટ્વિટર હેન્ડલથી તેના અભિષેક બચ્ચનને એક ખાસ મેસેજ મોકલ્યો છે. સોનાલીએ તેના જુના દોસ્ત અભિષેકને તેમની નવી ફિલ્મ માટે શુભકામનાઓ મોકલી છે. તેણે ટ્વિટ કરીને અભિષેક બચ્ચનને તેની ફિલ્મ 'મનમર્ઝિયાં'નાં રિવ્યૂઝ પર મળી રહેલી તારીફ માટે અભિનંદન આપ્યા છે અને ફિલ્મની પૂરી ટીમને ફિલ્મની સફળતા માટે શુભકામનાઓ આપી છે.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App