facebook pixel
chevron_right Top
transparent
આસામ: બ્રહ્મપુત્રા અને પેટા નદીઓએ ભયજનક સપાટી વટાવી
અરુણાચલ પ્રદેશમાં અતિ ભારે વરસાદને પગલે બ્રહ્મપુત્રા અને તેની પેટા નદીઓ ગાંડીતૂર બનતાં ફરી એક વાર આસામ પૂરના સકંજામાં સપડાયું છે. આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના રિપોર્ટ અનુસાર નવેસરથી આવેલાં પૂરમાં ધેમાજી, લખિમપુર, બિશ્વનાથ, બારપેટા, માજુલી અને દિબ્રુગઢનાં ૩૩૭ ગામોમાં પૂરનાં પાણી ફરી વળતાં ૧.૩૯ લાખ લોકો અસરગ્રસ્ત બન્યાં છે, જોકે અત્યાર સુધી જાનહાનિના કોઈ અહેવાલ પ્રાપ્ત થયા નથી. આ અગાઉ આસામમાં આવેલાં પૂરમાં ૫૦નાં મોત થયાં હતાં. પૂરને કારણે ૪ જિલ્લામાં ૧૧,૨૪૩ હેક્ટર જમીનમાં ઊભો પાક ધોવાઈ ગયો છે.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App