facebook pixel
chevron_right Top
transparent
"BJP સરકાર ચોકીદાર નહીં પરંતુ બેંકના ડિફોલ્ટરોને વિદેશોમાં મોકલી આપતી ટ્રાવેલ એજન્સી"
કોંગ્રેસે આરોપ મૂક્યો છે કે, ભાજપની સરકાર આમ આદમી કરતાં કૌભાંડીઓને વધુ વફાદાર છે. ભાજપના શાસનકાળમાં રૃપિયા ૯૦,૦૦૦ કરોડનાં બેન્કફ્રોડમાં સંડોવાયેલા ૨૩ ફુલેકાબાજો દેશ છોડી નાસી ગયા છે. છેલ્લાં ચાર વર્ષમાં આ ૨૩ ફુલેકાબાજોને વિદેશોમાં સ્થાયી કરવામાં કેન્દ્ર સરકારનો હાથ હોવાની સંભાવના નકારી શકાય નહીં. આ મામલામાં નિષ્પક્ષ તપાસ હાથ ધરવામાં આવે. આરટીઆઈનાં માધ્યમથી વિવિધ એક્ટિવિસ્ટો દ્વારા મેળવાયેલી અને પબ્લિક ડોમેઇનમાં રહેલી માહિતીને ટાંકતાં શેરગિલે દાવો કર્યો હતો કે, બેન્કો સાથે છેતરપિંડી અને કૌભાંડીઓના વિદેશ નાસી જવામાં મોટો ઉછાળો આવ્યો છે.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App