facebook pixel
chevron_right Business
transparent
કાળા ધન સામે સરકારનો મોરચો, બનાવટી ડિરેક્ટરો પર સકંજો કસાયો
પ્રાઇવેટ કંપનીઓનાં બોર્ડમાં સ્થાન મેળવવા ડિરેક્ટરો માટે સરકારે ફરજિયાત કરેલ કેવાયસી(નો યોર કસ્ટમર)ની કસોટી પાર કરવામાં ૧૨ લાખ કરતાં પણ ઓછા ડિરેક્ટરો સફળ થયા છે. દેશમાં કંપનીઓમાં ૩૩ લાખ કરતાં વધુ સક્રિય ડિરેક્ટરો છે, તેમાંથી ફક્ત ૩૫ ટકા જ આ કસોટીમાં પાસ થયા છે. કંપનીનાં બોર્ડના ડિરેક્ટરોને કેવાયસી રજૂ કરવા માટેની ડેડલાઇનનો શનિવારે મધરાતે અંત આવી ગયો છે અને કોર્પોરેટ બાબતોનાં મંત્રાલય દ્વારા ડેડલાઇન લંબાવવાની કોઈ સંભાવના નથી. અગાઉ મંત્રાલય દ્વારા ડિરેક્ટરો માટે માર્ગર્દિશકા જારી કરાઈ હતી.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App