facebook pixel
chevron_right Business
transparent
ટ્રેડ વોરથી 8 મોટી કંપનીઓ ખોટમાં, હજારો કરોડોનું નુકસાન
મુંબઈ શેર બજારમાં સેન્સેક્સમાં રહેલી 10 મૂલ્યવાન કંપનીઓમાંથી 8ના શેરોમાં ગયા સપ્તાહે 41,660 કરોડની ખોટ આવી છે. મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના મીડકેપમાં 15,000 કરોડની ખોટ ગઈ છે.શુક્રવારે સમાપ્ત થતા કારોબારી સપ્તાહમાં મૂલ્યવાન કંપનીઓમાં ફક્ત એચડીએફસી અને ઇન્ફોસીસના શેરોમાં વૃદ્ધિ થઈ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરોમાં 15,180.46 કરોડથી ઘટીને 7,94,074.52 કરોડ થયો છે. તો ટાટા કન્સલ્ટી સર્વિસીઝના એમકેપમાં 6,278.86 કરોડ રૂપિયા ઘટીને 7,89,949.92 કરોડ થઈ હતી.એચડીએફસી બેંકના એમકેપ 7,778.30 કરોડથી ઘટીને 5,50,915.33 કરોડ થઈ છે. તો આઈટીસીની માર્કેટ કિંમત 4,219.81 કરોડથી ઘટીને 3,75,441.05 કરોડ થઇ છે.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App