facebook pixel
chevron_right Entertainment
transparent
એક સમયે ડ્રેસ ખરીદવા માટે અનુષ્કા શર્મા પાસે નહતા પૈસા, આજે ખૂદની છે ક્લોધિંગ બ્રાન્ડ
અનુષ્કા શર્માનું નામ આજે બોલીવુડની સફળ અભિનેત્રીઓમાં લેવાય છે, પરંતુ એક સમય એવો હતો જ્યારે અનુષ્કાની આર્થિક સ્થિતિ સારી નહતી. અનુષ્કાએ શનિવારે ઇન્ડિયા ટૂડેની ઇવેન્ટ 'માઇન્ડ રૉક્સ' દરમિયાન પોતાના બાળપણની ભાવુક વાત કહી હતી. અનુષ્કાએ એ સમયની વાત કરી જ્યારે તેનો પરિવાર આર્થિક રીતે મજબૂત નહતો. અનુષ્કાએ જણાવ્યું કે તેના પિતા આર્મીમાં હતા અને તેમની પાસે એટલા પૈસા નહતા. અનુષ્કાએ કહ્યું કે, મે મારા માતા-પિતાને ઘણીવાર બધી લૉન ચુકવવાને લઇને વાત કરતા અને ચિંતિત જોયા હતા.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App