facebook pixel
chevron_right Top
transparent
ગુજરાતમાં પાટીદાર અનામત અંગે રેશમા પટેલે કોંગ્રેસને ફેંકયો આ પડકાર
ગુજરાતમાં પાટીદાર અનામત અંગે હાર્દિક પટેલને સમર્થન કરી રહેલી કોંગ્રેસને પાટીદાર અગ્રણી રેશમા પટેલે પડકાર ફેંક્યો છે. રેશમા પટેલે કહ્યું છે કે કોંગ્રેસ પાર્ટી પાટીદારોને અનામત અંગે સમર્થનની લેખિતમાં ખાતરી આપે. તેમજ કોંગ્રેસ પક્ષ પાસે પાટીદારોને ઓબીસીમાં અનામત આપવા અંગે જે ફોર્મ્યુલા છે તે જનતા અને સરકાર સમક્ષ જાહેર કરવી જોઈએ. ભાજપમાં જોડાયેલા રેશમા પટેલે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીને એક પત્ર લખ્યો છે.તેમણે પત્ર લખીને પાટીદારોને અનામત અંગે સમર્થન કરવા અંગેની લેખિતમાં સ્પષ્ટતા કરવા જણાવ્યું છે.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App