facebook pixel
chevron_right Business
transparent
પેટ્રોલ-ડીઝલના ભાવોએ ફરીથી તોડ્યો રેકોર્ડ, મુંબઈમાં પેટ્રોલ 89.29 રૂપિયા પર પહોંચ્યુ
પેટ્રોલ-ડીઝલના ભાવોમાં આજે ફરીથી વધારો થયો છે. દિવસેન દિવસે પેટ્રોલ અને ડીઝલ રેકોર્ડ તોડી રહ્યો છે. આજે એટલેકે રવિવારે પણ પેટ્રોલ-ડીઝલના ભાવોમાં ભડકો થયો હતો. દિલ્હીમાં પેટ્રોલમાં 28 પૈસાનો વધારો થયો છે. પેટ્રોલની કિંમત 81.91 રૂપિયા પ્રતિ લીટર થઈ છે. ડીઝલમાં 18 પૈસાનો વધારો થયો છે.ડીઝલની કિંમત 73.72 રૂપિયા પ્રતિ લીટર થઈ છે.દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પેટ્રોલમાં 28 પૈસાનો વધારો થયો છે. પેટ્રોલની કિંમત 89.29 રૂપિયા પ્રતિ લીટર થઈ છે. ડીઝલમાં 19 પૈસાનો વધારો થયો છે.ડીઝલની કિંમત 78.26 રૂપિયા પ્રતિ લીટર થઈ છે.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App