facebook pixel
chevron_right Top
transparent
બંધારણમાં ધર્મને આધારે અનામતની પરવાનગી અપાઈ નથી : અમિત શાહ
હૈદરાબાદ । ભાજપપ્રમુખ અમિત શાહે શનિવારે તેલંગણામાં ચૂંટણીપ્રચારનું બ્યૂગલ ફૂંક્યું હતું. શાહે પ્રેસકોન્ફરન્સમાં કહ્યું હતું કે કેસીઆરની તેલંગણા રાષ્ટ્ર સમિતિ ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસલમિન અને ડાબેરી પક્ષોના એજન્ટ તરીકે કામ કરે છે. રાજ્યનાં લઘુમતી વર્ગનાં લોકોને ૧૨ ટકા અનામત આપવાની વાત એ શું તુષ્ટિકરણનું રાજકારણ નથી. તેઓ સારી રીતે જાણે છે કે આપણા દેશનાં ઔબંધારણમાં ધર્મના આધારે અનામત આપવાની છૂટ નથી, જો તેઓ ફરી સત્તા પર આવશે તો વોટબેન્કનું રાજકારણ રમશે. શાહે જણાવ્યું હતું કે, તેલંગણામાં ભાજપ કોઈની સાથે ગઠબંધન નહીં કરે.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App