facebook pixel
chevron_right Top
transparent
કુલગામમાં હિઝબુલ અને તોયબાના પાંચ મોસ્ટ વોન્ટેડ આતંકવાદી ઠાર
જમ્મુ-કાશ્મીરનાં કુલગામ જિલ્લાના ચૌગામ ખાતે શનિવારે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે સર્જાયેલી અથડામણમાં લશ્કર-એ-તોયબા અને હિઝબુલ મુજાહિદ્દીનના પાંચ મોસ્ટ વોન્ટેડ આતંકવાદી ઠાર મરાયા હતા. ઓપરેશન બાદ મૃત આતંકવાદીઓ પાસેથી મોટા જથ્થામાં શસ્ત્રો અને દારૂગોળો મળી આવ્યાં હતાં. શનિવારે બાતમી મળ્યા પછી સુરક્ષાદળોએ સર્ચ ઓપરેશન શરૂ કયુંર્ હતું. દરમિયાન આતંકવાદીઓએે સુરક્ષાદળો પર ગોળીબાર કરતાં અથડામણ શરૂ થઈ ગઈ હતી. એન્કાઉન્ટરમાં સેનાના બે જવાન ઘાયલ થયા હતા. દરમિયાન એન્કાઉન્ટરનાં સ્થળે એકઠાં થયેલાં સ્થાનિકોએ સુરક્ષાદળો પર પથ્થરમારો કરતાં કેટલાક જવાનોને ઈજા પહોંચી હતી.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App