facebook pixel
chevron_right Sports
transparent
ડેવિસ કપ : સર્બિયાએ ૩-૦થી પરાજય આપી ભારતનું વર્લ્ડ ગ્રૂપમાં પહોંચવાનું સ્વપ્ન રોળ્યું
ક્રાલજેવો ભારતીય ડેવિસ કપના વર્લ્ડ ગ્રૂપ પ્લેઓફ મુકાબલામાં સર્બિયા સામે ૨-૦થી પરાજય થયો હતો. શુક્રવારે સિંગલ્સના બે મુકાબલા હાર્યા બાદ શનિવારે ડબલ્સનો મુકાબલો યોજાયો હતો જેમાં રોહન બોપન્ના અને એન. શ્રીરામ બાલાજીની જોડીને સર્બિયાના ડેનિલો પેટ્રોવિચ અને નિકોલા મિલોવેજિચની જોડીએ ૭-૬, ૬-૨, ૭-૬થી પરાજય આપી ૩-૦ની અજેય લીડ મેળવી લીધી હતી. શુક્રવારે રામકુમાર રામનાથનનો જેરે સામે અને પ્રજનેશ ગુણેશ્વરનનો દુસાન લાજોવિચ સામે પરાજય થયો હતો.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App