facebook pixel
chevron_right Top
transparent
ભોપાલનાં શેલ્ટરહોમમાં મૂકબધિર બાળકો સાથે રેપ, હત્યાનો આરોપ
મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં ૭૦ વર્ષીય નિવૃત્ત લશ્કરી કર્મચારી દ્વારા સંચાલિત શેલ્ટરહોમમાં વ્યાપેલી હેવાનિયત બહાર આવતાં ખળભળાટ મચી ગયો છે. શેલ્ટરહોમમાં આશ્રય લઈ રહેલાં ૧૦૦ જેટલાં દિવ્યાંગ બાળકો પૈકીનાં પાંચે સંચાલક પર ગંભીર આરોપ મૂકતાં ધરપકડ કરાઈ છે. શુક્રવારે શેલ્ટરહોમના મૂકબધિર એવાં ૩ કિશોર અને બે કિશોરી સમાજકલ્યાણ વિભાગ પાસે પહોંચ્યાં હતાં. તેમણે આરોપ મૂક્યો હતો કે, શેલ્ટરહોમના સંચાલક દ્વારા અમારા પર બળાત્કાર ગુજારવામાં આવે છે અને અમાનવીય વ્યવહાર થાય છે. સંચાલકના અત્યાચારોને કારણે હોમનાં ૩ બાળકોનાં મોત થઈ ચૂક્યાં છે.
For the best experience use Awesummly app on your Android phone
Awesummly Chrome Extension Awesummly Android App